Thread: ગઝલ
View Single Post
ગઝલ
Old
  (#1)
Akshay Dave
Registered User
Akshay Dave is on a distinguished road
 
Offline
Posts: 9
Join Date: Feb 2015
Rep Power: 0
ગઝલ - 9th March 2015, 12:13 PM

જો તને આપી શકે વરદાનમાં ,
માનવા હું લાગુ બસ ભગવાનમાં
દિલ રડે એ ક્યાં ખબર છે કોઈને?
આંખ જો ટપકે તો આવે ધ્યાનમાં
મિત્ર કાં ખંજર છુપાવીને ફરે?
જાન માંગી હોત આપત દાનમાં
બંદગીને શું વળી આ નાત-જાત ,
શું ફરક શ્રાવણ અને રમઝાનમાં?
ભોળપણ પાછળ મળ્યું એ ખ્વાબ જો!
ક્યારના સૌ શોધતા જે જ્ઞાનમાં
યાર તારો યાદમાં ઝૂરતો હજી ,
આવ જોવા એ ભસ્મ સ્મશાનમાં
દારુ, ગાંજો કે ચરસ પી ઝેરમાં,
જા હવે ના આવ 'અક્ષય' ભાનમાં
- અક્ષય દવે
   
Reply With Quote