View Single Post
ઓળખ્યોને કોણ છું?
Old
  (#1)
B.G.M.
Moderator
B.G.M. will become famous soon enough
 
Offline
Posts: 113
Join Date: Nov 2014
Rep Power: 6
ઓળખ્યોને કોણ છું? - 27th March 2018, 09:02 PM


ઓળખ્યોને કોણ છું? (વર્ષો પછી પ્રેમિકાને મળતાં)

પાંપણ પર ઝૂલતો ‘તો, તમને કબૂલતો ‘તો, આભ જેમ ખૂલતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

ચોપડીના પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું ‘તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું ‘તું કોણ?
કળી જેમ ફૂટતો ‘તો, તમને જે ઘૂંટતો ‘તો, તોય સ્હેજ ખૂટતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

લાગતો ‘તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ મોલ ખૂબ ખીલ્યો ‘તો, આવ્યું કંઈ યાદ?
યાદ ન’તો રહેતો જે, આંસુ થઈ વહેતો જે, તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

-અનિલ ચાવડા

===============================

Last edited by B.G.M.; 10th April 2018 at 07:35 AM..
   
Reply With Quote