મિત્રો,
નમસ્તે... ઘણા સમય બાદ ગુજરાતી રચના મેહફીલ મા રજૂ કરુ છુ... આપના પ્રેમ અને સહકાર ની આશા સાથે ....
************************
ક્યા હતો ને ક્યા હૂ આવી ગયો
હૂ જતા સૌને રડાવી ગયો
મે સદા સૌને હસાવ્યા ઘણા
મોત ને પણ હૂ હસાવી ગયો
જિંદગી તે ગમ દીધા છે ઘણા
પણ બધા ગમ ને હૂ ચાવી ગયો
યાદ ને દિલ મા નથી રાખતો
આંસુઓ મારા સુકાવી ગયો
પ્રેમ કરવાની નથી હેસિયત
આ હક઼િક઼ત ને જણાવી ગયો
પ્રેમ થી અંતર સદા રાખવુ
વાત આ સુંદર શિખાવી ગયો
ચાંદ તારા ની ફિકર ના કરો
હૂ ગગન આખુ ઝુકાવી ગયો
જિંદગી જીવ્યો સદા જૉશ થી
વેદના દિલ મા છ્હુપાવી ગયો
*********************
Kyaa hato ne kya hu aavi gayo
Hu jataa saune radaavi gayo
Me sada saune hasaavya ghanaa
Maut ne pan hu hasaavi gayo
Zindagee te ghum didhaa chhe ghanaa
Pan badhaa ghum ne hu chaavi gayo
Yaad ne dil ma nathi raakhato
Aansuo maaraa sukaavi gayo
Prem karvaani nathi hesiyat
Aa haqiqat ne janaavi gayo
Prem thi antar sadaa raakhavu
Vaat aa sundar shikhaavi gayo
Chaand taaraa ni fikar naa karo
Hu gagan aakhu jhukaavi gayo
Zindagee jivyo sadaa JOSH thi
Vedanaa dil maa chhupaavi gayo