Shayri.com

Shayri.com (http://www.shayri.com/forums/index.php)
-   Gujarati Poetry (http://www.shayri.com/forums/forumdisplay.php?f=45)
-   -   ગુજરાતી સુવિચાર....! (http://www.shayri.com/forums/showthread.php?t=79189)

Dhaval 14th July 2015 01:12 PM

ગુજરાતી સુવિચાર....!
 
મિત્રો.... ગુજરાતી સુવિચાર અહી રજૂ કરવા....

Dhaval 14th July 2015 01:24 PM

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો.
આવડે છે તો આવડશે જ
ડગ માંડતા જાવ, સફળતા મળતી જશે.
તમારામાં વિશ્વાસ કરો.

aadeil 14th July 2015 01:44 PM

Quote:

Originally Posted by Dhaval (Post 482158)
હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો.
આવડે છે તો આવડશે જ
ડગ માંડતા જાવ, સફળતા મળતી જશે.
તમારામાં વિશ્વાસ કરો.

ghani saari saruaat chhe, Dhavalbhai...

ane ghano saras vichaar raju karyo chhe.

Dhaval 14th July 2015 02:11 PM

Dhanyawaad aadeil bhaii..............

Dhaval 15th July 2015 12:29 AM

બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર

Dhaval 15th July 2015 07:25 PM

જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે



શિયાળા ની રાત ઘણી લાંબી હોય છે, તેમાં ફૂંકાતો પવન અસહ્ય હોય છે,
પરંતુ તેની સવાર ઘણી સુંદર,રમણીય, અને મન ને શાંતિ આપનાર હોય છે.
તેવી જ રીતે સફળતા મેળવવા માટે નો સમય ઘણો લાંબો હોય છે.
તેમાં પણ પવન ની જેમ ઘણી અડચણ આવે છે પરંતુ,
તેમાંથી મળતી સફળતા ઘણી શાંતી અને ખુશી આપનાર હોય છે.




“મને સંભળાવી દીધેલી વાત નો અર્થ, મારો સ્વીકાર નથી
મળેલા સવાલના સ્વરૂપ માં જવાબ આપવો એં, મારો સંસ્કાર નથી.”

અર્થાત : કોઈ કઈ પણ કહે અથવા કઈ પણ તમારા પર આરોપો મુકે એનો અર્થ આપણી એ વાત સાથે ની સહમતી નથી સાબિત કરતી.
કડવા, ખરાબ કે અયોગ્ય શબ્દો માં પૂછાયેલા સવાલ ના બદલામાં સારા, સુંદર અને સભ્ય શબ્દો થી આપવામાં આવેલા જવાબ થી આપણા સંસ્કાર ની છબી રજુ થાય છે.

Dhaval 15th July 2015 07:27 PM

“એક સારી શરૂઆત, વીંધી નાખે છે અનેક અપવાદ અને,
એક સાચી યાદ, ભાંગી નાખી છે મન ના બધા વિખવાદ. ”

જેમ અનેક સમસ્યાઓ ના જવાબ કામ ની શરૂઆત કરતાજ હલ થઇ જાય છે એંમ કોઈને માફ કરતા પહેલા મન જો સાફ કરી નાખીએ તો વિખવાદો નો અંત થઇ જાય છે.

Dhaval 15th July 2015 07:28 PM

પડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી

- સ્વ. ધીરુભાઈ અંબાની





સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે !
એ તો સમય અને સંજોગો ની કળા છે
કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ
અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ . . . . . .

Dhaval 15th July 2015 07:32 PM

ખોઈ ચૂકવાનો અહેસાસ ત્યારેજ થાય છે, જયારે
એ વ્યક્તિ કે વસ્તુ માટે મન થી વિચાર કરો છો.



સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.

Dhaval 17th July 2015 10:01 AM

અભિલાષાને શાંત કરવાથી નહિ, પણ તેને માર્યાદિત કરવાથી જ શાંતિ મળે છે. - હેવર

Dhaval 17th July 2015 09:25 PM

સફળ થવા માટે તમારે ત્રણ જ વસ્તુની જરૂરી છે : ઈચ્છા, સંકલ્પશક્તિ એને ચોક્કસ સમયે ઘા કરવાની આવડત. - માઈકલ

Dhaval 17th July 2015 09:29 PM

જ્યાં સુધી ઈચ્છાઓનું બુંદ પણ હશે ત્યાં સુધી ઈશ્વરના દર્શન નહિ થઇ શકે, એટલે જ નાની નાની ઈચ્છાઓનો તેમ જ સમ્યક વિચાર એને વિવેક દ્વારા મોટી મોટી ઈચ્છાઓનો પણ ત્યાગ કરો. - રામકૃષ્ણ પરમહંસ

Dhaval 17th July 2015 09:30 PM

આજે જ્યાં છીએ ત્યાંથી આગળ જવાની ઈચ્છા દરેક સામાન્ય ઇન્સાનને હોય છે. આ ઈચ્છા પ્રબળ બને છે, જો આજની હાલતથી અસંતોષ હોય તો - એવું કહેવાનો આશય છે. - યૌવનની આરસી

Dhaval 17th July 2015 09:31 PM

આજે મોટા ભાગના લોકો જેને સુખ માને છે તે ખરેખર તો બીજું કઈ નહિ, માત્ર એમની ઇચ્છાઓની પૂર્તિ જ છે. - એરિક ફ્રોમ

Dhaval 17th July 2015 09:33 PM

શુષ્ક સુખ એ સૂકા રોટલા જેવું છે. આપણે પેટ ભરીએ છીએ, પણ તૃપ્ત થતા નથી. છીછરી, નકામી ખર્ચાળ એને કશા કામ માટે જરૂરી નથી એવી વસ્તુ મેળવવાની આપણે સ્પૃહા ધરાવીએ છીએ. - વિક્ટર હ્યુગો

Dhaval 17th July 2015 09:34 PM

માનવીનો જન્મ કોઈ દિવ્ય ઈચ્છાનું પરિણામ છે. તે જીવી જાણવું એ જ નિયતિ છે. - પ્રો. એચ. એમ. ત્રિવેદી

Dhaval 17th July 2015 09:37 PM

ફક્ત દ્રઢ ઈચ્છાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે. - રસ્કિન

Dhaval 17th July 2015 09:37 PM

જેને સૌથી સારું મેળવવાની ઈચ્છા હોય છે, તેને ઘણું ઘણું સારું હાથ આવેલું છોડવું પડે છે. - સંકલિત

Dhaval 17th July 2015 09:38 PM

સર્વમાં પોતાને જ નીરખવો એ જ આત્માની એકમાત્ર આકાંક્ષા છે. - રવીન્દ્રનાથ ટાગોર

Dhaval 17th July 2015 09:38 PM

જો મારા મનમાં કોઈ પણ ચીજની ઈચ્છા ન હોત તો હું પૂર્ણ બ્રહ્ન બની જાત. - રહીમ

Dhaval 17th July 2015 09:39 PM

માણસની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે. - ઈમર્સન

Dhaval 17th July 2015 09:39 PM

પૂર્ણ સત્યની પ્રાપ્તિ માટે તમારે સાંસારિક ઈચ્છાઓથી છુટકારો મેળવવો પડશે. - સ્વામી રામતીર્થ

Dhaval 17th July 2015 09:41 PM

નબળા મનના માનવીઓ માત્ર ઈચ્છા કરીને જ અટકી જાય છે, જયારે મહાન આત્માઓ પ્રબળ ઈચ્છાશક્તિનો અમલ કરે છે. - ચીની ઉક્તિ

Dhaval 17th July 2015 09:43 PM

આળસુ માણસ સિવાયના બધા માણસો સારા છે. - વોલ્ટેર

Dhaval 17th July 2015 09:44 PM

ઈશ્વર એને વધારે સહાય કરે છે, જે પોતાની જાતને સહાય કરે છે. તે આળસુ માણસને મરવા દેવાનું વધારે પસંદ કરશે. - એમસેન

Dhaval 20th July 2015 11:57 AM

તમે સ્વતંત્ર હો, કે પરતંત્ર, શ્રીમંત હો કે ગરીબ, ગમે તે સ્થિતિમાં તમે આળસનો ત્યાગ કરો, અને ધર્મમાં લીન રહીને સુકર્મ કરો. -

Dhaval 20th July 2015 11:58 AM

ઊંઘનું નામ કળયુગ છે. આળસનું નામ દ્રાપર છે. ઊઠીને ઊભા રહેવાનું નામ ત્રેતા છે, અને ચાલવાનું નામ સતયુગ છે. માટે સતત ચાલતા રહો... ચાલતા રહો. - હેમંતરાજ

Dhaval 20th July 2015 11:58 AM

આળસ એ ઈશ્વરે આપેલા હાથપગનું અપમાન છે. - ઉક્તિ

Dhaval 20th July 2015 12:00 PM

આળસુઓની જેમ જીવવાથી સમય અને જીવન પવિત્ર નથી કરી શકાતા. - સાયરસ

Dhaval 20th July 2015 12:01 PM

આળસને ભયના રૂપમાં અને ઉધોગોને સુખરૂપ જોઇને માનવીએ હંમેશા પુરુષાર્થી રહેવું જોઈએ. - ગૌતમ બુદ્ધ

Dhaval 20th July 2015 12:04 PM

તમને આ દુર્લભ માનવશરીર મળ્યું છે, ત્યારે આળસુ ન બનો. જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી તમે શુભ કર્મ કરતા રહો. - ગૌતમ બુદ્ધ

Dhaval 20th July 2015 12:05 PM

જ્યાં ઉધમ છે ત્યાં જ ઉજાસ છે, અને જ્યાં આળસ છે ત્યાં અંધકાર છે. - સંકલિત

Dhaval 21st July 2015 05:41 PM

જે ઉત્સાહી છે, આળસુ નથી, કામકાજની રીત જાણે છે, કોઈ પણ પ્રકારના વ્યસનોમાં ડૂબેલો નથી, શૂરવીર છે, કૃતજ્ઞ છે, જેની મિત્રતા દ્રઢ હોય છે, એવા સજ્જનને ત્યાં લક્ષ્મી સ્વયં આવીને રહે છે. - પંચતંત્ર

Dhaval 21st July 2015 05:42 PM

જે આળસુ મનુષ્ય કઈ કામ નથી કરતો, તે મડદા સમાન છે, એટલે નીતિનો વિચાર કરીને પોતાની શક્તિ અનુસાર તેણે કઈ ને કઈ કર્મ ચોક્કસ કરવું જોઈએ. - પંચતંત્ર

Dhaval 24th July 2015 12:08 AM

ફૂલ જેવી મને આપ બનાવશો તો ચાલશે, જો
થોડા કાંટા પણ મને આપશો તો વધારે મને ગમશે.
કેમ કે, ફૂલ ને પીંખનારા ઘણા આજ કાલ મળશે,
ત્યારે આ કાંટા, ઢાલ બની રક્ષણ મારું એ કરશે.

Dhaval 24th July 2015 12:08 AM

અથાક પરિશ્રમ, અઢળક આવક નથી આપી સકતી, પણ
પુરતી મહેનત, પ્રમાણસર આવક ને આજીવન આપી રાખતી.

Dhaval 24th July 2015 12:08 AM

અથાક પરિશ્રમ થી મળેલી અઢળક આવક, લાંબો સમય નથી ટકતી, પણ
પુરતી મહેનત થી મળેલી પ્રમાણસર આવક, જીવન ટકાવી રાખતી.

Dhaval 24th July 2015 12:09 AM

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો.
આવડે છે તો આવડશે જ
ડગ માંડતા જાવ, સફળતા મળતી જશે.
તમારામાં વિશ્વાસ કરો.

આવડતને પરિપક્વ બનાવો

Dhaval 24th July 2015 12:09 AM

મેહનત-કોઈ પણ કામમાં સફળતા માટે પુરુષાર્થ,પરિશ્રમ કરવા મન મક્કમ હોવુ જરુરી છે.મનમાં કોઈ અવઢવ હોય અને કામ કરો તો તેમા અનેક શંકા ઉભી થાય છે.

Dhaval 24th July 2015 12:10 AM

દક્ષતા-જે કામ શરુ કરો તેમાં પહેલા તેની સાથે જોડાયેલ જ્ઞાન અને અનુભવ જરુર લો એટલે કે કાર્ય-કુશળતા વગર સફળતાની રાહ મુશ્કેલ હોય છે.


All times are GMT +5.5. The time now is 01:09 AM.

Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.