રાત દિવસનો રસ્તો વહાલમ! નહિતર ખુટશે કેમ? -
22nd December 2015, 09:51 AM
રાત દિવસનો રસ્તો વહાલમ! નહિતર ખુટશે કેમ?
રાત દિવસનો રસ્તો વહાલમ! નહિતર ખુટશે કેમ?
તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમા
તમે રેતની હથેળી ઉપર લખો તમારું નામ
અમે એટલાં ધેલાં ઘાયલ નહીં નામ કે ઠામ!
તમને તો કોઈ કારણ અમને નહીં બહાના નહીં વહેમ
તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમા
તમને વાદળ ધૂમમસ વહાલાં અમને ઉજળી રાત
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત
કહો, આંખથી ગંગા જમના વહે એમ ને એમ
તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમા
~સુરેશ દલાલ
=========================================
|